છેલ્લા કેટલાક દિવસોમાં જૂનાગઢ શહેર અને જિલ્લામાંથી અનેક એવા આરોપીની અટકાયત કરવામાં પોલીસને સફળતા મળી જેનું મ્યુલ એકાઉન્ટ સાયબર માફિયાઓ ઓપરેટ કરી રહ્યા હતા. આવા જ એક કિસ્સામાં કેશોદ પોલીસે માણેકવાડાના કરણ ડવ નામના આરોપીની અટકાયત કરી છે, તેના ખાતામાં રૂ. 1.70 કરોડ કરતા વધુ રકમની હેરાફેરી થઈ હોવાની વિગતો સામે આવી છે.