જૂનાગઢ: સૌરાષ્ટ્રના 10 જિલ્લામાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા 6 નવેમ્બર થી ખેડૂત આક્રોશ યાત્રા નું આયોજન, સર્કિટ હાઉસ ખાતે બેઠક મળી
હાલમાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોને થયેલ ભારે નુકશાનનું યોગ્ય વળતર મળે, ખેડૂતોનાં દેવા સંપૂર્ણ માફ થાય એવા અનેક મુદ્દા સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્રનાં 10 જિલ્લામાં 6 નવેમ્બરથી 13 નવેમ્બર સુધી ખેડૂત આક્રોશ યાત્રાનું આયોજન કરાયું છે યાત્રા જૂનાગઢ શહેર અને જિલ્લામાં પણ નીકળવાની હોય યાત્રાનાં આયોજન માટે આજે એક અગત્યની બેઠક સર્કિટ હાઉસ ખાતે યોજાઇ હતી.રાખી છે.