ધ્રાંગધ્રા: કુડા નર્મદા બ્રિજ નો ડાયવર્ઝન ધોવાયો આઠ ગામોને હાલાકી, વરસાદને કારણે રણકાંઠાના ગ્રામજનોને અવરજવરમાં મુશ્કેલી
ધ્રાંગધ્રા તાલુકાના રણકાંઠા વિસ્તારના ગામોને જોડતો કુડા નર્મદા બ્રિજ જર્જરિત છેલ્લા ત્રણ મહિનાથી બંધ તથા તેના સ્થાને નર્મદા કેનાલ પર બનાવેલો ત્રણ કિલોમીટરનો ડ્રાઈવર્જન વરસાદને કારણે ધોવાઈ ગયો એના કારણે કુડા, કોપરણી, એંજાર, વિરેન્દ્રગઢ, જેસડા સહિત આઠથી વધુ રણકાંઠાના ગામોના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે