ખેરગામ: ઢોલુમ્બર ગામે સાયબર ઠગાઈનો કિસ્સો – લોન લઈને મોબાઇલ ખરીદી, પીડિતના એકાઉન્ટમાંથી રૂપિયા ઉડાવ્યા
ચીખલી તાલુકાના ઢોલુમ્બર ગામ પુનિયાબારી ફળિયામાં રહેતા અજયભાઈ સુમનભાઈ ગાંવિત સાથે સાયબર ઠગાઈનો કેસ સામે આવ્યો છે. ફરીયાદીનો મોબાઇલ હેક કરી અજાણ્યા આરોપીએ લોભામણી લિંક દ્વારા તેના બજાજ ફાઇનાન્સ-ફ્લિપકાર્ડ એકાઉન્ટ પરથી લોન લઈને Motorola Edge 60 Stylus મોબાઇલ ફોન ખરીદી કર્યો હતો. આ દરમિયાન ફરીયાદીના સેલેરી એકાઉન્ટમાંથી રૂ. 15,378/- ઉપાડી લેવાયા હતા. ઘટનાની તપાસ ખેરગામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એમ.ડી. ગામીત દ્વારા હાથ ધરવામાં આવી છે.