વડોદરા પશ્ચિમ: દબાણશાખાના કર્મચારીઓ ની દાદાગીરી સીસીટીવી કેમેરામાં કેદ
વડોદરા પાલિકાની દબાણ શાખા ટીમની વિવાદમાં આવી છે.ટાર્ગેટ પૂરું કરવા મનમાની કરતા પાલિકાના કર્મચારીઓ ની કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.બાજવાડા અયોધ્યા ચોકમાં પાલિકાના કર્મચારીઓની કરતૂત સીસીટીવીમાં કેદ થઈ છે.પાલિકાના દબાણ શાખાના બેફામ બનેલા કર્મચારીઓ એ લારી માલિકની બંધ લારી તેના ઘરની બહારથી ઉઠાવી લીધી હતી.અડચણરૂપ ન હોવા છતાં દબાણ શાખાના કર્મચારીઓએ લારી ધારક સાથે દાદાગીરી કરી હતી.