જૂનાગઢ: ના ચોકી ગામ નજીક વિદેશી દારૂની ૨૨૫ બોટલ સાથે ૩ શખ્સો ઝડપાયા
જૂનાગઢ તાલુકા પોલીસે ચોકી સોરઠ ગામ નજીકથી મંથન દિલીપ વ્યાસ, પાર્થ દાના વેગડા અને કુશાલ લલીત ટોડરમલને વિદેશી દારૂની બોટલ તથા ચપટા નંગ-૨૨૫ કિ.રૂા.૧,૭૬,૨૦૦ તથા કાર નં.જીજે-૧૧-સીએલ-૭૨૮૯ મળી કુલ રૂા.૭,૦૨,૫૦૦ના મુદ્દામાલ સાથે હેરાફેરી કરતા ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે.