વિસનગર: વિસનગર જેલમાંથી આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર
વિસનગર શહેરમાં પોલીસની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવતી એક ગંભીર ઘટના સામે આવી છે. વિસનગર સબ જેલમાં કેદ એક આરોપીને મેડિકલ સારવાર બાદ પરત જેલમાં લાવતી વખતે તે પોલીસ જાપ્તાને ધક્કો મારીને નાસી છૂટ્યો. વિસનગર શહેર પોલીસે ફરાર આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તેને પકડવા માટે સઘન કાર્યવાહી શરૂ કરી છે.