કલોલના કલ્યાણપુરામાં પ્રસાદમ ભોજન રથ દ્વારા કેન્દ્રીય ગ્રહ મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ કડી ખીચડી વિતરણ કરાયું
Kalol City, Gandhinagar | Oct 4, 2025
કલોલના કલ્યાણપુરા વિસ્તારમાં પ્રસાદમ ભોજન રથ દ્વારા ખીચડી અને કઢીનું વિતરણ કરવામાં આવ્યું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ તથા કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોરના કાર્યાલયથી આ રથનો પ્રારંભ થયો હતો. આ પ્રસાદમ રથ દરરોજ સાંજે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરે છે અને ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોને મફત ભોજન પૂરું પાડે છે. આ પહેલથી શ્રમજીવીઓ, બાળકો અને અનેક પરિવારોને દૈનિક ભોજનની ચિંતામાંથી મુક્તિ મળે છે.