પારડી: પારડીમાં નવરાત્રીને શાંતિપૂર્વક અને સુરક્ષિત રીતે ઉજવવા શાંતિ સમિતિની બેઠક યોજાઈ
Pardi, Valsad | Sep 15, 2025 નવરાત્રીના પવિત્ર તહેવારને ધૂમધામ સાથે શાંતિપૂર્ણ રીતે ઉજવવા પારડી પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. પી.આઈ. જી.આર. ગઢવીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તહેવાર દરમિયાન દરેક ગરબા કાર્યક્રમોને સુરક્ષિત બનાવવા માટે ખાસ આયોજન જાહેર કરવામાં આવ્યું હતું.