રાજકોટ પૂર્વ: રાજકોટ મંગળા રોડ પર ફાયરિંગ મામલો મુરઘા ગેંગના આરોપીઓનું ઘટના સ્થળે પોલીસ દ્વારા રીકંટ્રક્સન
મંગળા રોડ પર પ્રગતિ હોસ્પિટલ બહાર પેંડા ગેંગ અને મરઘા ગેંગ વચ્ચે થયેલા અંધાધુંધ ફાયરીંગ પ્રકરણમાં પોલીસે મરઘા ગેંગના ત્રણ સભ્યોની પણ પોલીસે સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસનો પરચો મેળવી લુખ્ખાઓ ધ્રુજી ઉઠયા હતાં મળતી વિગતો મુજબ, પ્રગતિ હોસ્પિટલ બહાર જાહેરમાં ફાયરિંગ કરી લોકોમાં ભયનો માહોલ ઉભો કરનાર પેંડા ગેંગ અને જંગલેશ્ર્વરની મરઘા ગેંગને ભોંભીતર કરવા પોલીસે તૈયારીઓ શરૂ કરી છે.