કુંકાવાવ: વિશ્વ નાળિયેર દિવસની શુભકામનાઓ પૂર્વ કેબિનેટમંત્રીબાવકુભાઈ,દરવર્ષે ૨ સપ્ટેમ્બરના રોજ વિશ્વ નાળિયેર દિવસ ઉજવવામાં આવે છે.
વડીયા પૂર્વ કેબિનેટ મંત્રી દ્વારા વિશ્વ નાળિયેર દિવસની શુભકામનાઓદર વર્ષે ૨ સપ્ટેમ્બર ના રોજ વિશ્વ નાળિયેર દિવસ ઉજવવામાં આવે છે.આ દિવસ નાળિયેરના મહત્વને ઉજાગર કરવા તેમજ ખેડૂતોને તેની ખેતી તરફ પ્રોત્સાહિત કરવા માટે મનાવવામાં આવે છે. નાળિયેર માત્ર કલ્પવૃક્ષ જ નથી, પરંતુ આરોગ્ય, આર્થિક સમૃદ્ધિ અને પર્યાવરણના સંરક્ષણનું પ્રતિક છે. તેના દરેક ભાગ, પાણી, પાંદડા અને વૃક્ષની ડાળી, માનવજીવનમાં ઉપયોગી બની રહે છે.