ચોટીલા: ચોટીલામાં 67 હજાર ચોમીમાં ફેલાયેલા તળાવનું 3.60 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન, અહીથી જ માતાના ડુંગરના થાય છે દર્શન
ચોટીલા ખાતે જલારામ મંદિર સામે રૂ.3.60 કરોડના ખર્ચે બનેલુ રમણીય તળાવ આવેલું છે. આ તળાવ 66,721 ચોરસ મીટરમાં પથરાયેલું છે. તેમાં તેના ફરતે લોકો માટે વોક વે બનાવવામાં આવેલો છે. તે 4457 ચોરસ મીટરમાં તળાવની પાળી પર બનાવવામાં આવેલો છે. તેના પર 2000નું વૃક્ષો વાવવામાં આવતા વોક વે પર પસાર થતાં તળાવનો અદભુત નજારો જોવા મળે છે. તળાવની એક તરફ હાઈવે પાસે જલારામ મંદિર બીજી તરફ શનિદેવ મંદિર, એરુડેશ્વર મહાદેવ, ચામુંડા માતાજીનું મંદિર પણ અહીં થી દર્શન થાય છે