ગઈકાલે બપોરે 4:30 વાગ્યાની આસપાસ શહેર નજીક આવેલ છાપરા ગામે કેટરર્સનું કામ પતાવીને આવી રહેલ બહેનોની રીક્ષાને એક અજાણ્યા કાર ચાલકે હડફેટે રીક્ષા ચાલક સહિત સાત વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગે પોલીસને જાણ થતા પોલીસ સ્ટાફે સિવિલ હોસ્પિટલ પહોંચી ઈજાગ્રસ્તોના નિવેદન પરથી અજાણ્યા કારચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.