રાજકોટ: સિવિલ હોસ્પિટલમાંથી દારૂની નવ બોટલો મળી આવી,કાયદોવ્યવસ્થા સામે અનેક સવાલ, જવાબદારો સામે કડક કાર્યવાહી થશે: મેડિકલ ઓફિસર
Rajkot, Rajkot | Nov 16, 2025 સિવિલ હોસ્પિટલમાં પાર્ક કરાયેલ એક ખખડધજ એમ્બ્યુલન્સમાંથી દારૂની નવ બોટલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ વિશે સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર એમ. એસ. રોયે બપોરે 12:30 વાગ્યાની આસપાસ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ ખૂબ જ ગંભીર બાબત છે.આ આ મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવશે અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તદુપરાંત ભવિષ્યમાં આવા બનાવો ન બને તેની ખાસ કાળજી રાખવામાં આવશે.