સર ટી હોસ્પિટલ ખાતે દર્દીનું અવસાન થતા પરિવારજનોએ આક્ષેપ કરાયા, અધિક્ષકએ પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | Dec 29, 2025
ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા 35 વર્ષીય યુવાનનું સિવિલ હોસ્પિટલ ખાતે મોત થયું, TB, ડાયાલીસીસ, ડાયાબિટીસ સહિતની સારવાર માટે સર ટી હોસ્પિટલ ખાતે એડમિટ કરાયો હતો. નવાપરા વિસ્તારમાં રહેતા 35 વર્ષીય હાજી મહેતર નામના યુવાનને તારીખ 23 ના રોજ ડિસ્ચાર્જ કરાયા. જ્યાર બાદ ફરીથી તબિયત બગડતા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે યુવાનને ફરી એડમિટ કરાયો. ત્યારે ગતરાત્રીના યુવાનની તબિયત વધુ બગડતા અવસાન થતા પરિવારજનો દ્વારા હોસ્પિટલના ડોક્ટર પર આક્ષેપ કરાયા...