ધાનેરા: ધાનેરા સહિત બનાસકાંઠામાં 26 નવેમ્બરે મતદાર યાદી સુધારણા મેગા કલેક્શન દિવસનું આયોજન.
ધાનેરા સહિત બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં આગામી 26 નવેમ્બરના રોજ મતદારયાદી સુધારણા માટે મેગા કલેક્શન દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી તમામ ગ્રામ પંચાયતો અને દૂધ ઉત્પાદક મંડળીઓ (ડેરી) ખાતે નાગરિકોના મતદાર ગણતરીપત્રક એકત્રિત કરવામાં આવશે.