વડોદરા: આજવા નિમેટા રોડ પર અકસ્માત,બોલેરો પિકઅપ ગાડી પલ્ટી મારતા 10 થી વધુ શ્રમિકો ઈજાગ્રસ્ત
વડોદરા : રોડ વિભાગમાં કામ અર્થે જઈ રહેલા શ્રમિકો ભરેલી બોલેરો પીકપ ગાડીનો અકસ્માતો સર્જાયો હતો.આજવા નિમેટા રોડ પાસે બોલેરો પીકપ ગાડીનું ટાયર પંક્ચર થતાં સ્ટેરીંગ પરનો ચાલકે કાબુ ગુમાવ્યા બાદ ગાડી ઝાડ સાથે ધડાકાભેર ભટકાઈને પલટી ખાઈ ગઈ હતી.ત્યારે,તેમાં સવાર દસથી વધુ મુસાફરોને ઈજા પહોંચતા સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી.