ધારી તાલુકાના ત્રંબકપુર ગામે દીપડાના હુમલામાં મૃત્યુ પામેલ બાળકીના પરિવારને વન વિભાગ દ્વારા દસ લાખનો ચેક અર્પણ થોડાક સમય પહેલા એક દીપડા દ્વારા બાળકી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જે હુમલામાં બાળકીનું મૃત્યુ થયું હતું રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ વન વિભાગે તાત્કાલિક અસરથી મૃતકના પરિવારને 10 લાખનો ચેક આપ્યો હતો.આ ચેક અર્પણ પ્રસંગે એ. શી .એફ. દિપક ચૌધરી. દલખાણીયા રેન્જના આર.એફ.ઓ.વણિક ફોરેસ્ટર સાવલિયા તેમજ મહાવીર બાપુ ભગત સહિત ઉપસ્થિત રહ્યા હતા..