વિસનગર: વિસનગર ભાંડુને જોડતા બ્રિજમાં ભ્રષ્ટાચાર મામલે આમ આદમી કરશે ચક્કાજામ
વિસનગર ભાંડુ હાઈવેને જોડતા મહત્વના બ્રિજ પર થયેલા ભ્રષ્ટાચાર મામલે બ્રિજના છેડાઓ ઉખડી જવા પામ્યા છે અને અકસ્માતનો ભય રહેલો છે. જેને લઈને મહેસાણા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આવતી કાલે સવારે 11 વાગ્યાથી ભાંડુ વિસનગર હાઈવે ચક્કાજામ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને સરકાર તેમજ બ્રિજ બનાવનાર ક્રોન્ટ્રાક્ટર સામે વિરોધ કરવામાં આવશે.