સુરત: માનવતાના ઉત્કૃષ્ટ કાર્ય અને અંગદાનના ક્ષેત્રમાં ક્રાંતિ લાવનાર સુરતની 'ડોનેટ લાઈફ' સંસ્થાના સ્થાપક નિલેશ માંડલેવાળાને તેમની અભૂતપૂર્વ સેવા બદલ પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિને વેગ આપી હજારો લોકોને નવજીવન આપવા બદલ આ સન્માન તેમને મળ્યું છે.નિલેશભાઈની આ સફર પાછળ એક સંવેદનશીલ ઘટના છુપાયેલી છે.