સાવલી અધિક સેશન કોર્ટએ 2021ની હત્યા કેસમાં આરોપી અજય હરમાનભાઈ ઠાકરડા (રહે. વસનપુરા)ને આજીવન કેદ તથા ₹30,000 દંડની સજા ફટકારી છે. અજયએ પત્ની સાથેના આડા સંબંધનો વહેમ રાખી પોતાના ગામના અશોકભાઈ તથા રાજુભાઈ ઠાકરડા પર કાર ચઢાવી હતી, જેમાં બંનેને ગંભીર ઈજા થઈ અને રાજુભાઈનું બાદમાં મૃત્યુ થયું હતું. કેસની કાર્યવાહી દરમિયાન સરકાર પક્ષની દલીલો માન્ય રાખી કોર્ટે આરોપીને કડક સજા ફરમાવી છે.