ઉધના: સુરતના ઉત્રાણમાં અજાણી લિંક પર 'ક્લિક' કર્યું અને ખાતું ખાલી:ઇ-ચલણના નામે વ્હોટ્સએપ પર APK ફાઇલ મોકલી હતી
Udhna, Surat | Oct 25, 2025 સુરત શહેરમાં સાયબર ફ્રોડનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગઠિયાઓએ નવો રસ્તો અપનાવી હીરાના કારખાનેદારને શિકાર બનાવ્યા છે. અજાણ્યા ઠગબાજે વોટ્સએપ પર 'ઈ-ચલણ રિપોર્ટ'ની APK ફાઇલ મોકલીને તેમનો મોબાઈલ હેક કર્યો અને તેમના બેંક ખાતામાંથી 2,00,000ની રકમ છળકપટથી ઉપાડી લીધી. જે અંગે ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ છે.ફરિયાદી ભરતભાઈ કાળુભાઈ કેવડિયા જેઓ હીરાના કારખાનાનો વ્યવસાય કરે છે, તેમણે અજાણ્યા વોટ્સએપ નંબરના ધારક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.