આજરોજ સવારના 9:30 વાગ્યાથી ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા કમિશનર ના માર્ગદર્શન હેઠળ રાજવી ફાટક થી રિશી શીપીંગ ભવાનીનગર ફાટક સુધીના વિસ્તારના રોડ વિથના તથા પાણીની લાઈન ઉપરના દબાણ દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી.આ કામગીરીમાં મહાનગરપાલિકાના ૩ જે.સી.બી., ૪ ટ્રેકટર, ૧૫ કર્મચારીઓ તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજયકુમાર રામાનુજન, દબાણ ઇન્સ્પેકટર ગાયત્રીપ્રસાદ જોષી તથા તેઓની ટીમ હાજર રહી અંદાજે કુલ- ૭૦ દબાણો દુર કરવામાં આવ્યા છે.