માંડવી શહેરના દાદા વાડી વિસ્તારની એક સોસાયટીમાં નિર્માણાધીન મકાનના પથ્થરો વચ્ચે એક બ્લેક કોબ્રા સાપ ઘાયલ હાલતમાં નજરે પડ્યો હતો. આ અંગે સોસાયટીના રહેવાસીઓએ તરત પારસ ભાઈ માલમનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતાની સાથે પારસ ભાઈ માલમ સ્થળ પર પહોંચી સાવચેતીપૂર્વક સાપનો રેસ્ક્યુ કર્યો હતો. બાદમાં પશુ દવાખાને લઈ જઈ ડૉક્ટરની સલાહ મુજબ મહેશભાઈ મારાજ સાથે મળી સાપની જરૂરી સારવાર કરવામાં આવી હતી.સારવાર પૂર્ણ થયા બાદ સાપ સંપૂર્ણ સ્વસ્થ બનતા તેને સહી-સલામત રીત