ખેરાલુ: ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ માંકડી ખાતે પ્રકૃતિ મિત્ર કાર્યક્રમમાં હાજરી આપી
15 સપ્ટેમ્બરના રોજ સવારે 11 કલાકે ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ દાંતાના માંકડી ખાતે કિશનચંદ ટેકચંદ પરિવાર દ્વારા આયોજીત પ્રકૃતિ મિત્ર એવોર્ડ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં પ્રકૃતિ માટે કામ કરતા નાગરીકો અને સંસ્થાઓનું એવોર્ડ આપી બહુમાન કરવામાં આવ્યું હતું પ્રકૃતિનું રક્ષણ કરવા અપીલ કરાઈ હતી.ખેરાલુ ધારાસભ્યની સાથે ગાયત્રી પરિવાર અંબાજી,સમ્માનિત સંસ્થાઓ અને નાગરિકો હાજર રહ્યા હતા