ખેડૂતોની ચિંતામાં વધારો: ઊંઝામાં કમોસમી વરસાદથી પાકને નુકસાનની ભીતિ
Mahesana City, Mahesana | Nov 3, 2025
આજે વહેલી સવારથી જ મહેસાણા જિલ્લાના ઊંઝા પંથકમાં કમોસમી વરસાદનું આગમન થયું છે. અચાનક વાતાવરણમાં પલટો આવતા અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કારતક માસમાં અષાઢી માહોલ સર્જાતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને ઊંઝા અને આસપાસના વિસ્તારમાં સવારથી જ વરસાદ શરૂ થતાં ખેતરોમાં ઊભા પાકને મોટું નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાક જેવા કે મગફળી, કપાસ, સોયાબીન અને અન્ય પાકોને મોટું નુકસાન થવાની સંભાવના છે