જુનાગઢ શહેરમાં કેશોદથી દિવાળીની ખરીદી કરવા આવેલા એક વૃદ્ધની રિક્ષામાં ભૂલાઈ ગયેલી રૂપિયા 60હજારની થેલી પોલીસે શોધી પરત કરી આપતાં પોલીસની માનવતાભરી કામગીરીની પ્રશંસા થઈ રહી છે. કેશોદના રહેવાસી વજુભાઈ સૂબા જુનાગઢ શહેરમાં ખરીદી કરવા આવ્યા હતા. ખરીદી પૂર્ણ કર્યા બાદ તેઓ રિક્ષામાં સવાર થઈ પોતાના કામે નીકળી ગયા, પરંતુ થોડી વારમાં તેમને ખબર પડી કે તેમની થેલી રિક્ષામાં રહી ગઈ છે. થેલીમાં રૂ.60 હજાર રોકડ રકમ અને કીમતી ખરીદેલો માલ સામાન હતો.