નખત્રાણા તાલુકાના મોટી ખોંભડીની સીમમાં ધાણીપાસા વડે જુગાર રમતા પાંચ ખેલીને પોલીસે ઝડપી લીધા હતા, જ્યારે ચાર જુગારી નાસી છૂટયા હતા. આજે સાંજે નખત્રાણા પોલીસે બાતમીના આધારે મોટી ખોંભડીની પૂર્વ બાજુની સીમમાં આવેલા છપરી વિસ્તારમાં ખૂણામાં ધાણીપાસા વડે જુગાર રમતા ઇમરાન હારુન કુંભાર, ઓસમાણ ઉર્ફે અસલમ હાસમ કુંભાર (રહે. બંને નેત્રા), મામદ સિધીક વેણ (બાંડિયા, તા. અબડાસા), મુસા સાલે કુંભાર (રસલિયા) અને આધમ સિધીક કુંભાર (રહે. મોટી ખોંભડી)ને ઝડપી લીધા હતા, જ