ભરૂચ: વરેડિયા નજીક લકઝરી અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત.
ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર આવેલા વરેડીયા નજીક લક્ઝરી અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલા અકસ્માતમાં બાઇક પર સવાર એક વ્યક્તિનું મોત નિપજવા પામ્યું હતું જ્યારે બાઇક પર પાછળ બેઠેલા એક વ્યક્તિને ઇજા થવા પામી હતી.