નવસારી: નવસારી જિલ્લામાં સામાજિક ઓડિટ કામગીરી માટે રિવ્યુ મીટિંગ યોજાઈ
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નવસારી અંતર્ગત સોશિયલ ઓડીટર દ્વારા જિલ્લાના તમામ તાલુકા અને વિલેજ રિસોર્સ પર્સન સાથે સામાજિક ઓડિટ કામગીરી અંગે રિવ્યુ મીટિંગ યોજાઈ. બેઠક દરમિયાન તાલુકા અને ગામ સ્તરે ચાલી રહેલી સામાજિક ઓડિટની પ્રવૃત્તિઓની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે માર્ગદર્શિકા આપવામાં આવી.