દિયોદર અને ઓગડ તાલુકાના લોકો પગ પાળા દ્વારકા દર્શને સંઘ લઈ નીકળ્યા હતા ત્યારે આજે મોરબી પાસે વહેલી સવારે પાંચ લોકો પર કાળમુખી ટ્રક ફરી વળી હતી જેમાં ચાર લોકોના ઘટના સ્થળે મોત થયા હતા અને ૧ ને ગંભીર ઇજાઓ થતા નજીકના દવાખાને સારવાર અર્થે દાખલ કરાયા હતા જે ના સમાચાર દિયોદર પંથકમાં મળતા અરેરાટી વ્યાપી હતી હતભાગી મૃતકો દિલીપભાઈ રાયાભાઈ ચૌધરી અધગામ,ઓગડ હાર્દિકભાઈ માલાભાઈ ચૌધરી અધગામ,ઓગડ ભગવાનભાઈ લાલાભાઈ ચૌધરી નવા દિયોદર અમરાભાઈ લાલાભાઇ ચૌધરી નવા દિયોદર