બારડોલી: બારડોલી થી પલસાણા જતા હાઈવે ઉપર કન્ટેનર રોડની બાજુના ખાડામાં પલ્ટી થતા અકસ્માત સર્જાયો
Bardoli, Surat | Nov 23, 2025 રસ્તાઓનું નવીની કરણ અને સારા રસ્તાઓ ઉપર બેફામ દોડતા મોટા વાહનો અતિ ઝડપને કારણે પોતાના વાહનો ઉપરથી કાબુ ગુમાવતા ખુલ્લા રોડ ઉપર અકસ્માતો સર્જાય રહ્યા છે આવોજ એક અકસ્માત બારડોલી નેશનલ હાઈવે નંબર 53 ઉપર એક કન્ટેનર નંબર GJ 05 BV 8193 હજીરા તરફ જઈ રહ્યું હતું ત્યારે કન્ટેનરના ચાલકે નાંદીદા ગામની સીમ માંથી પસાર થતી વખતે પોતાના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા કન્ટેનર ફોરલેન રોડની બાજુમાં આવેલા ખાડામાં ખાબકી પલ્ટી થઈ ગયું હતું સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.