નાનપુરા વિસ્તારમાંથી ડ્રગ્સ કેસમાં સાત માસથી ફરાર આરોપીની શહેર sog એ ધરપકડ કરી,
Majura, Surat | Sep 22, 2025 ડ્રગ્સ કેસમાં આરોપી મોહમ્મદ સફવાન ઉર્ફે મોહમ્મદ ઇશાક મેવાવાળા ની શહેર sog એ ધરપકડ કરી છે.સોમવારે માહિતીના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો.સાત માસ અગાઉ મોહમ્મદ હમઝા ઉર્ફે રિઝવાન ને ડ્રગ્સ નો જથ્થો આપ્યો હતો.જે ડ્રગ્સ સાથે અલ્પેશ મિયાણી પોલીસના હાથે ઝડપાયો હતો.ડ્રગ્સ કેસમાં પોતાનું નામ ખુલતા ફરાર હતો. જે આરોપીને શહેર sog એ ઝડપી પાડ્યો હતો.નાનપુરા ખાતેથી ઝડપાયેલા આરોપીનો કબજો સિંગણપોર પોલીસને સોંપી આગળની કાર્યવાહી sog એ હાથ ધરી હતી.