મહુવા: નળધરા ગામે દીપડાએ કમ્પાઉન્ડમાં ઘૂસીને કર્યો પાલતું કૂતરાનો શિકાર સમગ્ર ઘટના CCTV માં કેદ..
Mahuva, Surat | Sep 15, 2025 પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકાના નળધરા ગામે રહેતા નયનભાઈ પાવાગઢીના ઘરે રાત્રીના 2 વાગ્યાના અરસામા એક કદાવર દીપડો ઘરની આશરે પાંચ ફૂટ ઊંચી દીવાલ કૂદીને અંદર પ્રવેશ્યો હતો.ત્યારબાદ તેણે ત્યાં બાંધેલ કૂતરા પર હુમલો કરી તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો અને ઊંચકીને લઈ ગયો. સવારે નયનભાઈને આ ઘટનાની જાણ થતાં તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા.સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.