ભુજ: સુરલભીટ્ટ વિસ્તારમાં જુગાર રમતા સાત ખેલી પકડાયા
Bhuj, Kutch | Oct 26, 2025 શહેરના સુરલભીટ્ટ મંદિરની પાછળ સીમ વિસ્તારમાં આવેલ ખુલ્લા પ્લોટમાં જુગાર રમતા સાત ખેલી પકડાયા હતા. જેમાં લતીફ જુસબ કુંભાર, ઉમર ઈસ્માઈલ સોઢા, મોસીન આદમ સાડ, કાસમ હાજી કુંભાર, સલીમભાઈ જુસબ કુંભાર, મોહમદ સરીફ સિધિક મુત્વા, રિયાઝ સિધિક કુંભારનો સમાવેશ થાય છે. રોકડા રૂા.૬૦,૨૦૦ તથા ૬૫ હજારના સાત મોબાઈલ અને દોઢ લાખના છ વાહનો મળી ૨,૭૫,૨૦૦નો મુદ્દામાલ કબજે કરી બી-ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો હતો.