ધોળકા: ધોળકા ખાતે અંજુમન સંસ્થા દ્વારા શૈક્ષણિક સેમિનાર યોજાયો, એક્સપર્ટ અબ્દુલ સમદ શેખે આપ્યું માર્ગદર્શન
આજરોજ તા. 21/09/2025, રવિવારે સવારે 10 થી 12 વાગ્યા દરમિયાન ધોળકા ખાતે ઘાંચી જમાતખાનામાં ધોળકા અંજુમને નવજવાન સંસ્થા દ્વારા એક શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ શાળાના આચાર્યો, શિક્ષકો અને યુવા વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે હઝરત મુહંમદ મુસ્તુફા ( સ. અ. વ.) ની 21 સુન્નત આધારિત શિક્ષણ પદ્ધતિઓનો અમલ કરી વિદ્યાર્થીઓને ભણાવવાં માર્ગદર્શન આપ્યું હતું. આ નિમિત્તે એમ. ટી. કાઝી ખાસ હાજર રહેલ.