જિલ્લામાં ૨૦ કેન્દ્ર અને ૨૦૨ બ્લોકમાં ધોરણ ૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષા યોજાશે
Palanpur City, Banas Kantha | Jun 20, 2025
બનાસકાંઠા જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ માટે કુલ ૨૦૨ બ્લોક તથા ૨૦ પરીક્ષા કેન્દ્રો પર યોજાનાર હોઇ આ પરીક્ષાનું સંચાલન સરળતાથી થાય, પરીક્ષા શાંત અને સ્વચ્છ વાતાવરણમાં યોજાય તેમજ ભય વગર ખંડ નિરીક્ષકો નિરીક્ષણ કરે તેમજ બનાસકાંઠા જિલ્લાના તમામ પરીક્ષા સ્થળોની અંદર તથા તેની હદ મર્યાદાથી બહારના વિસ્તારમાં ઝેરોક્ષની દુકાનો બંધ રહે તેમજ માણસોના ટોળા એકઠા ન થાય તે માટે બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે.