ચીખલી: જિલ્લા રોડ સેફટી કાઉન્સિલની બેઠક કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં યોજાઈ
જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે નવસારી જિલ્લા રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. બેઠકમાં રોડ સેફટી કાઉન્સિલના સભ્ય સચિવશ્રીએ જિલ્લાના નેશનલ ,સ્ટેટ હાઈવે તથા જિલ્લાના માર્ગો પર સ્ટોપ લાઈન, ઝીબ્રા ક્રોસિંગ, સ્પીડ લિમીટ-પાર્કિંગના સાઈન બોર્ડ અને પટ્ટા દ્વારા કરેલી કામગીરીની સમીક્ષા કરી વિવિધ જંક્શન પર થતાં ટ્રાફિકને હલ કરવા માટે સભ્યો સાથે ચર્ચા કરી હતી.