કાલોલ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે ૧૬ ડિસેમ્બરના વિજય દિવસ નિમિત્તે ' એક શામ વીરો કે નામ' કાર્યક્મ અંતર્ગત સૌ પ્રથમ વખત 'સૈનિકો સાથે સંવાદ' કાર્યક્રમ મંગળવારે વેજલપુર ખાતે યોજાયો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે અગ્નિવીરોને માત્ર પ્રોત્સાહન જ નહીં પરંતુ વીરોમાં વીરતા, દક્ષતા અને ચારિત્ર્ય ઘડતર માટે ભગવાન શ્રી રામની પ્રતિમા, પાદૂકા અને બેગ તેમજ અગ્નિવીરોની માતાઓ માટે સ્વદેશી સાડી અને પિતાઓ માટે પેન્ટ શર્ટ અર્પણ કરી.