વંથલી શહેર ખાતે આવેલ નગર પંચાયત હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત બાળ લગ્ન વિશે જાગૃત કરવામાં આવ્યા હતા.સમાજ સુરક્ષા સહાયક વિમલ વાણવી અને સિવિલ કોર્ટના PLV ધર્મેન્દ્રસિંહ દ્વારા બાળ લગ્નથી થતી ખરાબ અસરો, બાળ લગ્ન થી સમાજ પર થતી અસરો સહિતની બાબતે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યાં હતા.મહત્વનું છે કે બાળ લગ્નથી બાળકોના ભવિષ્ય પર ગંભીર અસર પડે છે,તે અટકાવવાના ભાગરૂપે સરકાર દ્વારા જનજાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.