વડોદરા: આગામી ઐતિહાસિક વરઘોડાને લઈ પાલિકા હરકતમાં,માંડવી ખાતે અધિકારીઓએ કર્યું નિરીક્ષણ
વડોદરા : પાલિકાના એએમસી સુરેશ તુવેર વિસ્તારના કોર્પોરેટર સહિત અધિકારીઓએ આગામી ભગવાન વિઠ્ઠલનાથજી અને ભગવાન નરસિંહજીના વરઘોડાને લઈને માંડવી ખાતે મુલાકાત લઇ ચર્ચા વિચારણા કરી હતી.એએમસી સુરેશ તુવેરે જણાવ્યું હતું કે,ભગવાન વિઠ્ઠલનાથજી અને નરસિંહજી ભગવાનનો વરઘોડો નીકળનાર છે.દર વર્ષે જે માંડવી ગેટ મધ્યમાંથી પસાર થાય છે.કેવી રીતે આ વખતે પણ વરઘોડો કાઢવાનું આયોજકો અને ભક્તોનું આયોજન છે અને તેમની માંગણી આવેલી છે. જેને લઇ આજે સ્થળ વિઝિટ કરી હતી.