અંજાર: નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ તળે નોટિસો અપાઇ
Anjar, Kutch | Jan 8, 2026 અંજાર નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુબંશને વેગવંતી બનાવવામાં આવી છે. આ અંતગર્ત પાલિકાની જુદી-જુદી ટીમો દ્વારા નોટિસ આપવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયાના આદેશ અનુસાર કચેરી અધીક્ષક ખીમજીભાઇ સિંધવનાં સુપરવિઝન હેઠળ ટેક્સ ઇન્સ્પેક્ટર પ્રકાશભાઈ દેવેનભાઈ રોશિયા સહિતના અધિકારી કર્મચારીઓ દ્વારા કડક વેરા વસૂલાત ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.