તાલાળા: ભોજદે ગામે યુવકને હનીટ્રેપમા ફસાવી દુષ્કર્મના ગુન્હામા ફસાવવાની ધમકી આપી 10લાખની ખંડણી માગનાર ગેગનો મુખ્ય આરોપી ઝડપાયો
ગીરસોમનાથ જીલ્લાના તાલાલા તાલુકાના ભોજદેગીર ગામે યુવકને હનીટ્રેપ મા ફસાવી દુષ્કર્મ ના ગંભીર ગુન્હા દાખલ કરાવવાની ધમકીઓ આપી અપહરણ કરી 10 લાખની ખંડણી માગનાર ગેગના મુખ્ય આરોપી સલીમ ઉર્ફે દાઉદ બહાઉદીન લાંધા ને તાલાલા પોલીસે આજરોજ ભોજદેગીરથી 2 કલાક આસપાસ ઝડપી પાડી કાયદેસરની કાયઁવાહી હાથ ધરી છે .