કામરેજ: ડેરા ખાડી પાસેથી ત્યજી દીધેલ નવજાત શિશુ મળ્યું.
Kamrej, Surat | Nov 3, 2025 દેરા ખાડી પાસે ની જગ્યા ઉપર કોઇ અજાણી વ્યક્તી દ્વારા તાજુ જન્મેલ નવજાત શિશુ ત્યજીને ચાલ્યુ ગયુ હતુ. જોકે જે અંગે કામરેજ પોલીસને જાણ કરવામાં આવતા હરકતમાં આવેલી કામરેજ પોલીસે બનાવનાં સ્થળે પહોંચી તાજા જન્મેલા નવજાત શિશુનો કબ્જો લીધો હતો. અને જેની ટૂંકી સારવાર દરમ્યાન નવજાત શિશુનું મોત થયુ હતુ. હાલ કામરેજ પોલીસે અજાણી વ્યક્તી વિરૂદ્ધ ગુનો નોંધી કયા અને કેવા સંજોગોમાં નવજાત શિશુને ત્યજી દેવામાં આવ્યુ જે દિશામાં તપાસ હાથ ધરી.