ભરૂચના બુરાનપુરા ખત્રીવાડ વિસ્તારમાં રહેતો કુખ્યાત બુટલેગર જિતેન્દ્ર ઉર્ફે જીતુ ડાહ્યાભાઈ ખત્રી રેલવે સ્ટેશનમાંથી વિદેશી દારૂનો જથ્થો લાવી પોતાના ઘરે સંતાડી રાખેલ છે.જેવી બાતમીના આધારે શહેર એ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 10 નંગ બોટલ મળી કુલ 6 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કુખ્યાત બુટલેગર જિતેન્દ્ર ખત્રીને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો.