કુંકાવાવ: વડિયામાં આવનારા મુસ્લિમ તહેવાર ઇદે મિલાદ અને ગણેશ વિસર્જન બન્નેતહેવારો લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ
વડિયા તાલુકામાં આવનારા મુસ્લિમ તહેવાર ઇદે મિલાદ અને ગણેશ વિસર્જન બન્ને તહેવારો એકસાથે આવતા, શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે વડિયા પોલીસ દ્વારા વિશેષ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠક વડિયા પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ શ્રી ગાગણાની અધ્યક્ષતામાં યોજાઈ. જેમાં વડિયા ગામના સરપંચ શ્રી મનીષ ઢોલરીયા, અશ્વિનભાઈ મહેતા, પત્રકાર ભીખુભાઈ વોરા સહિત ગામના આગેવાનો તથા પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.