રાપર: રાપર પોલીસે ગણતરીના કલાકોમાં ગૂમ થયેલી બાઇક શોધી મૂળ માલિકને પરત કરી
Rapar, Kutch | Nov 18, 2025 રાપર શહેર ખાતે ગુમ થયેલી બાઈક ને રાપર પોલીસે શોધીને મૂળ માલિકને પરત કરી હતી. જેમાં રાપર ખાતે આવેલ સોની બજારમાંથી એકતાનગરમાં રહેતા જયેશભાઈ પૂજાલાલ ઠક્કરની બાઈક ગુમ થતા તેમણે રાપર પોલીસને જાણ કરતા પીઆઈ જે.બી. બુબડીયાની સૂચનાથી હેડ કોન્સ્ટેબલ રાજેસીંગ જાદવે હ્યુમન સોર્સ અને સીસીટીવી સહિત ચેક કરીને ગણતરીના કલાકોમાં બાઈક શોધીને મૂળ માલિકને પરત કરી હતી