વિસનગર: કમાણા ચોકડી મારામારી પ્રકરણમાં ઈકો ડ્રાઈવરને ફ્રેક્ચર, છતાં 'પાવર' સામે પોલીસ ઢીલી? એક મહિનો વીત્યો પણ આરોપીઓ ફરાર
વિસનગરની કમાણા ચોકડી પર ઈકો ગાડીના ચાલકને થાર વાડીવાળા સહિત ચાર જેટલા શખ્સોએ પાઇપ અને લાકડી વડે ઢોર માર્યો હતો. જેને લઈ ઈકો ગાડીના ચાલકને પગમાં ફેક્ચર થયું હતું. જે મારામારીનો વિડિઓ પણ વાયરલ થયો હતો. જે અંગે ઈકો ગાડીના ચાલકે થાર ગાડી વાળા સહિત ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ આપતા ગુનો દાખલ કર્યો હતો પરંતુ સમગ્ર ઘટનાને એક મહિનો વિત્યો હોવા છતાં આરોપીઓએ પોલીસ પકડથી દૂર છે. જેને લઈ પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.