અમદાવાદ હાઈવે પર મંડાલી ગામ નજીક ખાનગી કપની માં કરંટ લાગવાથી 2 ના મોત, 6 ઇજાગ્રસ્ત, ધટના cctv માં કેદ
Mahesana City, Mahesana | Sep 15, 2025
મહેસાણાના - અમદાવાદ હાઈવે પર મંડાલી ગામ નજીક આવેલી ખાનગી કંપનીમાં એક દુર્ઘટના સર્જાઈ છે, જેમાં ક્રેન વીજ લાઇનના સંપર્કમાં આવતા બે શ્રમિકોના કરુણ મોત નિપજ્યા છે અને અન્ય છ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ઘટનાની ભયાનકતા સ્પષ્ટપણે દેખાઈ રહી છે. સીસીટીવી ફૂટેજ મુજબ, ફેક્ટરીમાં કામ કરી રહેલા શ્રમિકો એક ક્રેન ચલાવી રહ્યા હતા.