જૂનાગઢ: જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાના સરપંચો, તલાટી-કમ-મંત્રીઓ અને પંચાયતના અન્ય કર્મચારીઓ માટે તાલીમ યોજાઇ
જૂનાગઢ જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાના સરપંચશ્રીઓ, તલાટી-કમ-મંત્રીઓ અને પંચાયતના અન્ય કર્મચારીઓ માટે તાલીમ યોજાઇ હતી. આ તાલીમમાં સરપંચશ્રીની ફરજો અને જવાબદારીઓ, ગ્રામ પંચાયતના ખર્ચ અને બેઠકો સંબંધી અગત્યની કાર્યપદ્ધતિઓ, વિવિધ સરકારી યોજનાઓ, કરવેરા વસૂલાત, નવીન આકારણી, પંચાયત એડવાન્સ ઇન્ડેક્સ(PAI 2.0), મનરેગા, સ્વચ્છ ભારત મિશન, PMAY, NRLM, મેન્યુઅલ સ્કેવેન્જર્સ સંબંધી કાયદા, સરકારશ્રી દ્વારા પંચાયતોને વિવિધ કામગીરી લગત માહિતી અપાઈ હતી.